બાળક સમું હૃદય છે, કદી ટોકશો નહીં;બેઠું જો વિફરી તો કયામત ઉઠાવશે.
કોણ શતરંજ પાથરી બેઠું!સોગઠું કાં રમાતું મારામાં?
ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,એટલે એ ફૂલ ઝૂકી ગયું છે.
હાસ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,કોણ બેઠું રહે એની સામે મીટ માંડી?
સ્પર્શની બારી ઉઘાડીને તરત ભાગી ગયુંટેરવાં પર એક સ્પંદનનું હરણ બેઠું હતું.
વિરહ આગે બળેલું દિલ ગતાગમ ખોઈ બેઠું છે,નયનને કો’ક સમજાવો, એ અશ્રુપાત ઝંખે છે.
બેઠું છે કોણ સામે? આસન તમારું ક્યાં છે?એ જોઈ જાણી સમજી ભજનો ગવાય જીવણ.
જીવન એક શોકની છાયાની છાયા કાં’ થઈ બેઠું,ગયું જીવન બધું પણ કાંઈ ના લાગી ખબર અંતે!
પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ હું પણ ખોલું તું પણ ખોલ.
આખ્ખા ગામ વચાળે બેઠું પાણીમાં ને વાગ્યું નહીં ને આજે જંતર,ખાલી ખૂણે ઠાલું ઠાલું રણક્યું છે તો રણક્યું છે તો શું કરવાનું?
પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવેજંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.