chotraph ajwalun uthi gayun chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચોતરફ અજવાળું ઊઠી ગયું છે

chotraph ajwalun uthi gayun chhe

અનિલ ચાવડા અનિલ ચાવડા
ચોતરફ અજવાળું ઊઠી ગયું છે
અનિલ ચાવડા

ચોતરફ અજવાળું ઊઠી ગયું છે;

કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.

મેં ચણાવી એક દીવાલ ભીતર,

કોક દીવાલ કૂદી ગયું છે.

તું ઊછળતી એક એવી નદી છે,

મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.

કેમ તારામાંથી હું બ્હાર આવું?

દોરડું વચ્ચેથી તૂટી ગયું છે.

ત્યાં પતંગિયું બેઠું હશે હોં,

એટલે ફૂલ ઝૂકી ગયું છે.

ડાળ પર પડઘાય છે એક ટહુકો,

ક્યારનું પંખી તો ઊડી ગયું છે.

સ્રોત

  • પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : અનિલ ચાવડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012