બધું મનમાં દબાવીને તમે બેસી ગયા કે શું!ફરી ગરદન ઝુકાવીને તમે બેસી ગયા કે શું!
સિતમગર! લે ધરી ગરદન – નિરાશા એ જ છે આશા!
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફુલોની ય નીચી નજર થૈ ગઈ છે.
“ગરદન કે નાક?” એવું પૂછ્યું એને કોઈએ,એણે હસીને નાક કપાવ્યું, ખરું થયું!
ખૂન નીચોવી અહીં છે જાપ જપવો ઈશ્કનો;ગરદન કપાવી શીર્ષની માળા બનાવો તો ભલે.
મસ્તાન કાઢી મરી, વિના દીલબર તમામ રાત,રગડ્યાં કર્યું ગરદન ઉપર ખંજર તમામ રાત.
ગમોના જામ પી હરદમ ધરી માશૂક! તને ગરદન;ન ખંજરથી કર્યા ટુકડા! ન જામેઈશ્ક પાયો વા!
કપાવી શી રીતે ગરદન વહે ના ખૂન પણ, કિસ્મત? કહીં.ઉઠાવી અસ્તિથી દિલને લગાડ્યું નાસ્તિમાં કિસ્મત!
જુદાઈ જિંદગી ભરની, કરી રો રો બધી કાઢી;રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. કહીં૦
લીધો જે પંથ તે હું કેમ ત્યાગું છો ભર્યો દુઃખે,પ્રિયાનો માહરી ગરદન ઉપર તો આ ભાર જુદો છે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.