તારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં,પહેલા સમું કશું નથી ‘ચોપાસ’ શબ્દમાં.
પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો,નાટક બતાવી દઉં તો નહીં ઓળખી શકો.
શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’,ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’.
લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે,ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.
રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા,રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા.
અમે આહ, આંસું, વ્યથાની કથાઓ,અમે વંધ્ય ચીસો, કથાની વ્યથાઓ.
પૂઠા પરથી પુસ્તક સમજો એવું નહિ,ચહેરા પરથી સગપણ બાંધી લેવું નહિ.
મનનુંય શું કરું, હું કરું શું શરીરનું?ક્યાં જઈ શકે ખસીને કશે વૃક્ષ તીરનું?
લેવોય નહીં દેવો નહીં દાવ ફરીથી,સમજાવ મને તારી રમત, આવ ફરીથી.
ફરી ચાલ, નખને અણી કાઢીએ;ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ!
વેંઢારી ભાર એનો થાકી જવાય જીવણ,સપનાની જેમ સમજણ તોડી નખાય જીવણ.
સૌ ભેદને મિટાવવા તારી જરૂર છે,તારી સમીપ આવવા તારી જરૂર છે.
તમને સમય નથી અને મારો સમય નથી;કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.