રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા
re lol suraj thai jawana koDman hamphi gaya
રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા,
રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા.
આજે ય સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય,
રે લોલ તારી યાદનાં ચિત્તોડમાં હાંફી ગયા.
ક્યાં એકપણ રસ્તો હવે લઈ જાય મારી ભીતરે,
રે લોલ મારા શ્વાસ પણ ઘરફોડમાં હાંફી ગયા.
છેવટ મળી બે ગજ ધરા સૌ ઝંખના દફનાવવા,
રે લોલ આથમવા સુધીની દોડમાં હાંફી ગયા.*
તું આવ ત્યારે અર્થનું આકાશ લેતી આવજે,
રે લોલ શબ્દો કાગળોની સોડમાં હાંફી ગયા.
ઊગ્યા કરે છે જંગલોનાં જંગલ છાતી મહીં,
રે લોલ જ્યાં એકવાર લીલા છોડમાં હાંફી ગયા.
re lol suraj thai jawana koDman hamphi gaya,
re lol diwao bichara hoDman hamphi gaya
aje ya suna kangre paDghay kesariyo samay,
re lol tari yadnan chittoDman hamphi gaya
kyan ekpan rasto hwe lai jay mari bhitre,
re lol mara shwas pan gharphoDman hamphi gaya
chhewat mali be gaj dhara sau jhankhna daphnawwa,
re lol athamwa sudhini doDman hamphi gaya *
tun aaw tyare arthanun akash leti aawje,
re lol shabdo kagloni soDman hamphi gaya
ugya kare chhe janglonan jangal chhati mahin,
re lol jyan ekwar lila chhoDman hamphi gaya

*Leo Tolstoyની વાર્તા ‘How much land does a man need?’ પરથી
સ્રોત
- પુસ્તક : રાઈજાઈ (પૃષ્ઠ ક્રમાંક 41)
- સર્જક : મિલિન્દ ગઢવી
- પ્રકાશક : અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ
- વર્ષ : 2019