paheran phakiranun - Ghazals | RekhtaGujarati

પહેરણ ફકીરનું

paheran phakiranun

બાપુભાઈ ગઢવી બાપુભાઈ ગઢવી
પહેરણ ફકીરનું
બાપુભાઈ ગઢવી

મનનુંય શું કરું, હું કરું શું શરીરનું?

ક્યાં જઈ શકે ખસીને કશે વૃક્ષ તીરનું?

એવા ગુના મેંય કર્યા છે કબૂલ, હા

મારુંય ભલે થાય, થયું જે કબીરનું!

ટીપેટીપું નીચોવીને તારી ગઝલ લખી,

આથી વધુ શું થાય બીજુ કંઈ રુધિરનું?

વાત, વેણ, શબ્દનો શો અર્થ નીકળ્યો?

ગૂંગાનું ગાવણું અને સૂણવું બધિરનું!

રહેવા દે બાપુભાઈ, તું સમજી નહિં શકે,

મેલું શું કામ હોય છે પહેરણ ફકીરનું?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1991 (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1992