બાત શબ્દનો ગુજરાતી અર્થ |baat meaning in Gujarati | Rekhtagujarati

baat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બાત

baat बात
  • favroite
  • share

બાત શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ( હિંદી ) અભિપ્રાય; મત.
  • અરજ; વિનતિ.
  • આદેશ; ઉક્તવાક્ય.
  • આનંદ.
  • ઇજ્જત; આબરૂ.
  • ઇલાજ; ઉપાય.
  • ઉખાણું; કોયડો.
  • કાનૂન; ધારો.
  • કારણ.
  • ખબર; સૂચના.
  • ખાલી શબ્દ; ખોટાં વચન.
  • ખાસ હક્ક.
  • ખુશામદ.
  • ખોટું તહોમત.
  • ગપ; સાંભળેલી વાત.
  • ગીબત; ચાડી.
  • ગુફતગો; સંવાદ.
  • ચર્ચા.
  • ચીજ; વસ્તુ.
  • ચેતવણી.
  • જવાબદારી.
  • જોડી કાઢેલું જૂઠાણું.
  • ટીકા.
  • ઠપકો.
  • તર્ક; વિચાર.
  • દરખાસ્ત.
  • દલીલ.
  • દાખલો.
  • દોષ; કલંક; ડાઘ.
  • નકામી વાત; કૂથલી.
  • નિંદા.
  • પવન; હવા; વાયુ.
  • ફરિયાદ; શિકાયત.
  • ફળ; પરિણામ.
  • બનાવ; ઘટના.
  • બોલ; શબ્દ.
  • ભાષણ.
  • ભૂલ; તકસીર.
  • ભેદ; રહસ્ય.
  • મહેણું.
  • માયા.
  • મુદ્દો; મતલબ.
  • મુશ્કેલીવાળી વાત.
  • મૂલ્ય; કીમત.
  • મોકો; લાગ; તક.
  • મોઢાની વાતચીત.
  • રાજ્યનીતિ.
  • રીત; પદ્ધતિ; રસમ.
  • લક્ષણ.
  • વખાણ; સ્તુતિ.
  • વચન; વાયદો.
  • વાત; મોઢેથી કહેલી હકીકત; કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સમક્ષ રજૂ કરેલી હકીકત.
  • વિચાર.
  • વિવાદ.
  • વિષય.
  • વ્યભિચાર.
  • સત્ય ઘટના.
  • સદ્ગુણ.
  • સભા; મંડળી.
  • સલાહ; શિખામણ.
  • સવાલ; પ્રશ્ન.
  • સહેલી વાત; હમેશ થઈ શકતી બાબત.
  • સંદેશો; સમાચાર.
  • સાટું.
  • સાર; સત્ત્વ.
  • સિદ્ધાંત.
  • સુખ; મોજશોખ.
  • હુકમ.
  • હેતુ; ધારણા.

બાત શબ્દનો પર્યાયવાચી

બાત શબ્દનો વિરુદ્ધાર્થી

આપને આ પણ વાંચવું ગમશે