soi bhanya re sansarman - Bhajan | RekhtaGujarati

સોઈ ભણ્યા રે સંસારમાં

soi bhanya re sansarman

ગોદડ ગોદડ
સોઈ ભણ્યા રે સંસારમાં
ગોદડ

સોઈ ભણ્યા રે સંસારમાં, જેણે બ્રહ્મ ભેદ પાયા રે,

પ્રેમ પંડ્યો જિસકો મળ્યા, આવાગમન મિટાયા જી... સોઈ

અનુભવી અક્ષર એક છે, દૂજો દિલમાં ના'વે જી,

નિશાળ ગગન મંડલમાં, પંડ્યો પાટી ભણાવે જી... સોઈ

જરણાની પાટી લઈ, ક્રિયા હૈ ઉન સાઈ જી,

લેખણ શીલ સંતોષની, ભણીએ સંતો ભાઈ જી... સોઈ

ભણ્યા ગણ્યા જે કોઈ હદ લગી, બેહદ સંત કોઈ બૂઝે જી,

જીવત મરતુક હોઈ રહ્યા, સરવે લોક તેને સૂઝે જી... સોઈ

મેં જોયું પિયા તુજ ભણી, તું મુઝ મેં આયા જી,

'ગોદડ' ગુરુ પ્રતાપ સે, હંસે હંસ મિલાયા જી... સોઈ

સ્રોત

  • પુસ્તક : વસ્તુ અમૂલખ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : ફારૂક શાહ
  • પ્રકાશક : નવનીત સમર્પણ
  • વર્ષ : 2023