paD pakhalo aa panchano - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પાડ પખાળો આ પાંચાનો

paD pakhalo aa panchano

ઈબ્રાહીમ ઈબ્રાહીમ
પાડ પખાળો આ પાંચાનો
ઈબ્રાહીમ

પાડ પખાળો પાંચાનો, વારીએ સત સબદાં સંગ ધાઈ,

મનડાના મેલ જે દલડાના કૂડા, એવા સિધ્યા નહીં નર કોઈ રે,

અનહદ નાદ ગગન વાર ગાજે, વિરલા સુણે મારા ભાઈ રેજી.

પ્રેમ વિના પૂરા પાખંડ લરતે, નિરગુણ કીરતન ગાઈ,

ખાધા વિના અન્ન મીઠું રે બોલે, જરાએ શરમ ના આઈ રે... અનહદ૦

કથની કથે તો કાંઈ ના સરશે, રે’ણીમાં રે’જો રોળાઈ,

શ્વાસ ઉસાસનો નહીં રે ભરુસો, જોજો વાડિયો જાશે ભેળાઈ રે... અનહદ૦

ચેતો ચેતો મારા ચેતન હારા, પ્રેમ એકલ ઘર લાઈ,

ઉરધ કમલમાં આપ બિરાજે, જુગતીથી જાશો પાઈ રે... અનહદ૦

પંથ પિયારો નહીં સંતો તારો, દલડું લો સમજાઈ,

શીશનાં શ્રીફલ દિયો સતગુરુ કો, શીદને ફરો છો ભટકાઈ રે... અનહદ૦

ખોજ કરી જેને ખોજ્યો તનડા, દુખ સુખ બેઠા ગમાઈ

કહે 'ઈભરાહીમ' ધંન સતગુરુ કો, ધંન ધંન તેની કમાઈ રે... અનહદ૦

સ્રોત

  • પુસ્તક : ઉત્તર ગુજરાતનું સંત-પંથ સાહિત્ય: વ્યાપ અને વૈવિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સર્જક : ડૉ. રાજેશ મકવાણા
  • પ્રકાશક : રાજેશ મકવાણા, 'આસ્થા' 64, ધર્મભૂમિ સોસાયટી, વિસનગર લિંક રોડ, મહેસાણા -384001
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 1