anhad bhatnan re jhinan jantar - Bhajan | RekhtaGujarati

અનહદ ભાતનાં રે ઝીણાં જંતર

anhad bhatnan re jhinan jantar

કાળા ભગત કાળા ભગત
અનહદ ભાતનાં રે ઝીણાં જંતર
કાળા ભગત

અનહદ ભાતનાં રે ઝીણાં જંતર વાગે,

ઘડિયાળાના માથે રે ઘડિયાળાં વાગે.

દિલાવર દેશમાં આનંદ વાજાં વાગે,

ગુરુની ગાદી આગળ જ્ઞાન નોબત ગાજે.

તાલ તંબૂરા મડદંગ મંજીરાં ટાણંક ટોકર વાગે,

ગુરુની ગાદી આગળ ઝણઝણ ઝાલર વાગે.

ગુરુ મારો અનેકરૂપી ખોલણહારો ખોલે,

અંતર ખડકી જુઓ ઉઘાડી તો બેઠો બોલે.

ખારા સમુદ્રમાં મીઠી વીરડી, પાણીડાં ભાવે,

સમદરિયો જોવો તપાસી, સર્યું ક્યાંથી આવે.

શેરીએ શેરીએ સાદ પડાવે, અવિચળ પદવી પાવે,

ચોક મેદાનમાં સાવર નાખ્યું, પાંચ ધૂણી ત્યાં તાપે.

શીશ નમાવી દેહા ચરણે, બોલ્યા ‘કાળા’ દાસી,

ગરીબ થઈને ગુણ ગાવ્યા, તે દાસીની પણ દાસી.

સ્રોત

  • પુસ્તક : સતની સરવાણી (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, ફુવારા સામે, ગાંધી રોડ, અમદાવાદ - 380001
  • વર્ષ : 2000
  • આવૃત્તિ : 1