juwone gagna heri - Bhajan | RekhtaGujarati

જુવોને ગગના હેરી

juwone gagna heri

ખીમસાહેબ ખીમસાહેબ
જુવોને ગગના હેરી
ખીમસાહેબ

જુવોને ગગના હેરી, ત્યાં બંસરી બાજે ઘેરી ઘેરી.

કોઈ જુવોને૦

ત્રિવેણી ટંકશાળ પડત હૈ, તા પર ઝીણી શેરી ,

અમર અજીતા આસન બેઠા, નગર બસાયા ફેરી... કોઈ જુવોને૦

ઘડી ઘડી ઘડીઆળાં વાગે, વાગે સ્વર ઘંટેરી,

ઢોલ નગારાં શરણાઈ વાગે, ધૂણ મચી ચોફેરી... કોઈ જુવોને૦

ગગન મંડળ મેં કર લે વાસા, વાં હૈ જોગી લહેરી,

સતગુરુએ મુંને સાન બતાઈ, જાપ અજંપા કેરી... કોઈ જુવોને૦

સાસ ઉસાસ દોઈ નહીં પહોંચે, વાં લે' લાગી મેરી,

નુરતે સુરતે નામ નીરખ લે, સુખમન માળા ફેરી... કોઈ જુવોને૦

સાચા સતગુરુ નેણે નીરખ્યા, મિટ ગઈ રેન અંધેરી,

‘ખીમદાસ’ ગુરુ ભાણ પ્રતાપે, ચોટ નહીં જમ કેરી... કોઈ જુવોને૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સર્જક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6