બીજમાંથી સીધી પૂનમ દઈ દે!સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ
જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે;ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમાં!
પૂનમ સમયના ચંદ્રને જોડી સમુદ્રથી,ભરતી વિશેની જાત હું સાંજે નહીં કરું.
પૂનમ ગણી હું જેમની પાસે ગયો હતો,એ તો હતી ઉદાસી ઉજાણીના સ્વાંગમાં!
તને હું જોઉં છું, ચંદા! કહે, તે જુએ છે કે?અને આ આંખની માફક કહે, તેની રુએ છે કે?
લટા ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.