suraj wisheni wat hun sanje nahin karun - Ghazals | RekhtaGujarati

સૂરજ વિશેની વાત હું સાંજે નહીં કરું

suraj wisheni wat hun sanje nahin karun

દર્શક આચાર્ય દર્શક આચાર્ય
સૂરજ વિશેની વાત હું સાંજે નહીં કરું
દર્શક આચાર્ય

સૂરજ વિશેની વાત હું સાંજે નહીં કરું,

હાથે કરીને રાત હું સાંજે નહીં કરું.

વૃક્ષો વિનાના દેશમાં આવી ચડ્યા પછી,

પંખી સમી વિસાત હું સાંજે નહીં કરું.

દૃશ્યો તરાવી આંખમાં વ્હેલી સવારના,

વ્હેતા સમયને મ્હાત હું સાંજે નહીં કરું.

સૂરજ અને નદીના મિલનની કથા વણી,

તારા મિલનની વાત હું સાંજે નહીં કરું.

પૂનમ સમયના ચંદ્રને જોડી સમુદ્રથી,

ભરતી વિશેની જાત હું સાંજે નહીં કરું.

સ્રોત

  • પુસ્તક : સાંસોટ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : દર્શક આચાર્ય
  • પ્રકાશક : વિશ્વગાથા
  • વર્ષ : 2021