થવું શબ્દનો ગુજરાતી અર્થ |thavu.n meaning in Gujarati | Rekhtagujarati

thavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

થવું

thavu.n थवुं
  • favroite
  • share

થવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • બનવું, અસ્તિત્વમાં આવવું, કાંઈ બનવું-રચાવું કે તેની તૈયારી ચાલવી (કોઈ પદાર્થ, પ્રસંગ કે ભાવ માટે વપરાય છે. ઉદા. રસોઈ થઈ, બળવો, ક્રોધ, મોહ થવો)
  • નીપજવું, પેદા થવું (જેમ કે, કહ્યું કશું નહિ થાય, ઝાડે ફળ થાય.)
  • (અમુક સમય, અંતર વજન વગેરે પરિમાણ) અસ્તિત્વમાં આવવું, માપમાં હોવું, ગુજરવું (સમય),(વજનમાં) ઊતરવું વગેરે (જેમ કે, કલાક થયો, વખત થાય વગેરે, એક ગાઉ થાય, શાક કિલો થયું.)
  • લાગવું, પ્રતીતિ પડવી (જેમ કે, મને એમ થાય છે કે જઈ આવું)
  • અનુભવમાં આવવું, લાગુ પડવું (જેમ કે, મને દુઃખ થાય છે.)
  • વર્તમાન કૃદંતની સહાયથી, તે ક્રિયા કરવા માંડવી એવો અર્થ બતાવે છે. (જેમ કે, ખાતો થા, ભણતી થા.)

  • હયાતી કે અસ્તિત્વમાં આવવું, બનવું
  • પેદા થવું, ઉત્પન્ન થવું, નીપજવું, ઊપજવું
  • સ્થિતિ બતાવવી
  • પ્રતીતિ પડવી, લાગવું, અનુભવાવું
  • ક્રિયા થવી
  • શક્તિ હોવી, તાકાત હોવી
  • શક્ય હોવું
  • રૂપો : વર્ત. કા.'થઉં' (થૌં)-'થાઉં', 'થઈયે' (અત્યારે લખાય છે 'થઈ એ,' પણ ઉચ્ચરણ 'થૈયે.')-'થાઇયે', 'થાય', 'થાઓ' (થાવ),' (ભૂ. કા., કૃ.) 'થયું'-'થયેલું'-'થયેલ'; આજ્ઞા. 'થા', 'થાઓ'(થાવ), 'થજે', 'થજો', (ભ. કા.) 'થઈશ' (થૈશ), 'થઈશું'(થૈશું)-'થશું', 'થાશું',-'થશો'-'થાશો', 'થશે'-'થાશે'; ક્રિયાતિ. 'થાત.' પ્ર. (ભૂ. કૃ.) 'થયું'; (બી. ભૂ. કૃ.) 'થયેલું'-'થયેલ'; (વર્ત. કૃ.) 'થતું', 'થાતું'; (સં. ભૂ. કૃ.) 'થઈ', 'થઈને'(થૈ); (સા. કૃ.) 'થવું'-'થાવું'; (ભૂ. કૃ.) 'થનારું'-'થાનારું', 'થનાર'-'થાનાર'

English meaning of thavu.n


  • become
  • happen, occur
  • come to pass, take place
  • come into existence
  • be formed or constructed
  • be born
  • result
  • be of particular weight or measure
  • measure, weigh
  • be finish.. ed or exhausted
  • seem, appear
  • be inclined to, desirous of, (મને થાય છે કે..)
  • (of disease) infect, attack
  • used with present

  • in the sense of 'begin' (e.g. ખાતો થા, begin eating)(એનાથી) થતું નથી, (literally) he cannot do it
  • (of woman) she is in her monthly course

थवुं के हिंदी अर्थ


अकर्मक क्रिया

  • होना, बनना, निर्मित होना
  • पैदा होना, लगना, होना
  • उदा० 'कह्ये कशुं नहीं थाय, झाड पर फळ थाय छे, उधरस थवी'
  • अस्तित्व में आना, व्यतीत होना, गुजरना, (तोल) तौल में उतरना, होना
  • मन में होना, उपजना, होना
  • महसूस करना, अनुभव करना (दुःख)
  • एक स्थिति से दूसरी स्थिति में आना, होना

આપને આ પણ વાંચવું ગમશે