koii maanandaa re sat shabda kaa ruup - Bhajan | RekhtaGujarati

કોઈ માનંદા રે સત શબ્દ કા રૂપ

koii maanandaa re sat shabda kaa ruup

ત્રિકમલાલ ત્રિકમલાલ
કોઈ માનંદા રે સત શબ્દ કા રૂપ
ત્રિકમલાલ

કોઈ માનંદા રે સત શબ્દ કા રૂપ.

કોઈ માનંદા૦

જૈસી હૈ દરિયા કી લહેરી, સમંદર મોતી ચાવે,

એક શબ્દ કા ઐસા રંગા, પલ મેં દરશન પાવે... કોઈ માનંદા૦

હલકા ભારે કછુ કહીએ, ઓઈ શબ્દ કા રંગા,

પિંડ પ્રમાણે પરગટ હોવે, નહીં ચૌડા નહીં લંબા... કોઈ માનંદા૦

જૈસા દીપક ધર્યા મંદિરમાં, જાણ દીપક કાચા,

ચૌડા તો સરવંગ બિરાજે, સતગુરુ સાહેબ સાચા... કોઈ માનંદા૦

કોણ દેશ મેં મરે ને જીવે, કોણ દેશ મેં આવે,

વેર કેરી તો વાતું વિસરી, વાત વિરલા લાવે... કોઈ માનંદા૦

'ત્રિકમલાલ' તત્ત્વ સે ન્યારા, ભાવે ભેદ બતાયા,

ગુપચૂપ ધ્યાને છૂટે શરીરા, સન્મુખ જાય સમાયા... કોઈ માનંદા૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 262)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ