sthir rahiye, sthir rahiye - Bhajan | RekhtaGujarati

સ્થિર રહીએ, સ્થિર રહીએ

sthir rahiye, sthir rahiye

જીતામુનિ જીતામુનિ
સ્થિર રહીએ, સ્થિર રહીએ
જીતામુનિ

સ્થિર રહીએ, સ્થિર રહીએ, શબ્દે સ્થિર રહીએ, સ્થિર રહીએ,

જીહ્વાએ કંઈ નવ કહીએ, શબ્દે સ્થિર રહીએ, સ્થિર રહીએ... સ્થિર૦

ઓહંગ સોહંગ આત્મા જાણો, તે ઉપર સુરતા આણો,

તો પરમાત્મા સંગે માણો, શબ્દે સ્થિર રહીએ, સ્થિર રહીએ... સ્થિર૦

જ્યારે સહજ સમાધિ નરખે, તેને સરવે રૂપ છે સરખે,

તે પોતે પોતાને નરખે, શબ્દે સ્થિર રહીએ, સ્થિર રહીએ... સ્થિર૦

જે અજંપા ગતિ જાણે, તે પવનમાં મન આણે,

તો રેરંકાર પરમાણે, શબ્દે સ્થિર રહીએ, સ્થિર રહીએ... સ્થિર૦

‘મુનિ જિતા’ બોલે વાણી, તે સદ્‌ગુરુ સંગ પ્રમાણી,

પ્રભુ! તેં તારી ગત જાણી, શબ્દે સ્થિર રહીએ, સ્થિર રહીએ... સ્થિર૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 130)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : 3