amasun garnari ! antar karyo wale ! antar karyo re ! - Bhajan | RekhtaGujarati

અમસું ગરનારી ! અંતર કર્યો વાલે ! અંતર કર્યો રે !

amasun garnari ! antar karyo wale ! antar karyo re !

જસોમા જસોમા
અમસું ગરનારી ! અંતર કર્યો વાલે ! અંતર કર્યો રે !
જસોમા

અમસું ગરનારી!

અંતર કર્યો વાલે!

અંતર કર્યો રે!

પડદા-પોસંગી વેલો રમવા ગિયો.

એ...રમવા ગિયો રે

ખાવંદ જાતો રિયો રે!

ભોળવીને ભૂલવાડી ગિયો - અમસું૦

હો....સગડ હોય તો ધણીના

સગડ કઢાવું રે

સગડ કઢાવું રે

ત્રણે ભુવનમાંથી બાળૂડાને લાવું -અમસું૦

હો....થડ રે વાઢીને ધણી

પીછાં દઈ ગિયો રે

પીછાં દઈ ગિયો રે

રસ પવનમાં ગેબી રમવા ગિયો - અમસું૦

હો.....મથણાં મથી

દીનાનાથને બોલાવું રે

નાથને બોલાવું રે

ત્રણે ભુવનમાંથી બાલૂડાને લાવું - અમસું૦

હો....ગનાનની ગોળી ને

પરમનો રવાયો રે

મેરૂનો રવાયો રે

નખ શિખ નેતરાં લઉં તાણી - અમસું૦

હો....વેલનાથ ચરણે

બેાલ્યાં રે ‘જશો મા’

બોલ્યાં રે ‘જશો મા’

અખંડ ચૂડો મારે વેલનાથ ધણી - અમસું૦

સ્રોત

  • પુસ્તક : સોરઠી સંતો: ભાગ પહેલો (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સર્જક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર, રાણપુર
  • વર્ષ : 1929
  • આવૃત્તિ : 2