kaya kot liyo gheri - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાયા કોટ લિયો ઘેરી

kaya kot liyo gheri

જેઠીરામ જેઠીરામ
કાયા કોટ લિયો ઘેરી
જેઠીરામ

કાયા કોટ લિયો ઘેરી, ગઢ બંકા... કાયા૦

જ્ઞાન વૈરાગ્ય કી ફોજાં ચઢિયા, જબ સદ્‌ગુરુ શબ્દ સુનાયા,

નેજા રોપ્યા નિજ નામ કા ત્યારે, ચોરસ ડેરા દિયા... ગઢ૦

સુરત-નુરત કી નાળાં નોંધી, પ્રેમ પલીતા દિયા,

ગોળા છૂટ્યા જ્ઞાન કા સારા, શહર કું કબજે કિયા... ગઢ૦

પાંચ ઉમરાવ પચીસ પટરાણી, ઉનકું પકડ મંગવાયા,

પકડો શહરૂંદા રાજિયા, તેને પણ માંહી નખાયા... ગઢ૦

તીન ઉમરાવો કું મારિયા, તબ સારા શહેર ધ્રુજાયા,

‘જેઠીદાસ’ જમ કા ત્રાસ મિટાયા, સમશેર સાંઈ કું દિયા... ગઢ૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : ઓશિંગણ
  • પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ, કાવસજી પટેલ સ્ટ્રીટ નં. 5, કોટ, મુંબઈ
  • વર્ષ : 1909
  • આવૃત્તિ : 1