પાગલયંત્ર શબ્દનો ગુજરાતી અર્થ |paagalyantr meaning in Gujarati | Rekhtagujarati

paagalyantr meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાગલયંત્ર

paagalyantr पागलयंत्र
  • favroite
  • share

પાગલયંત્ર શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ધૂપેલ તેલ ગાળવાનું એક જાતનું સાધન. જમીનમાં ખાડો કરી તેમાં એક નાની તપેલી મૂકવી. તે તપેલી ઉપર એક માટલામાં જે વસ્તુનો ચૂવો કે તેલ પાડવું હોય તે લઈ તેના મોં ઉપર કપડું બાંધી કપડમટ્ટી કરવી. પછી તે માટલાને ઊંધું વાળવું. તપેલી દટાઈ જાય એટલી ધૂળ વાળી દેવી અને માટલા ઉપર છાણાનો અગ્નિ કરવો. બૈરાંઓ ધૂપેલ તેલ પાડવા માટે તપેલા ઉપર ગોળાનો કાંઠો મૂકી તેમાં તેલ તથા વાસણાં ભરેલો ઘડો ઊંધો પાડે છે અને પછી ધડા ઉપર અગ્નિ કરે છે. તે પણ આ જાતનું જ યંત્ર છે.

આપને આ પણ વાંચવું ગમશે