nyan saheb maro nani aawe - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ન્યાં સાહેબ મારો નંઈ આવે

nyan saheb maro nani aawe

કરમણ ભગત કરમણ ભગત
ન્યાં સાહેબ મારો નંઈ આવે
કરમણ ભગત

નાઈ ધોઈને કરે અસ્નાના,

માયલાનો મેલ તારો નંઈ જાવે,

ધ્યાન વિનાનો ધૂન મચાવે

ન્યાં સાહેબ મારો નંઈ આવે.

વૈશ્નવ થઈ વિવેક જાણે, નિત ઊઠીને નાવા જાવે,

નટવા હો કર નાચ નચાવે, ન્યાં સાહેબ મારો નંઈ આવે... નાઈ૦

જોગી હોકર જટા વધારે, કામ કરોધ બાવો બહુ લાવે,

ભભૂતી લગાવી ભવ હારે, ન્યાં સાહેબ મારો નંઈ આવે... નાઈ૦

ભમ્મર ગુફા મેં સાધે ગોટકો, વીર વિદ્યા બાવો બહુ લાવે,

સમાધિ ભાવે કરે સાધના, ન્યાં સાહેબ મારો નંઈ આવે... નાઈ૦

ધનમાલનો કરે. ઢગલો, તે પણ તારી સાથે નંઈ આવે,

કરમણને ગુરુ મોરાર મળિયા, ગરીબ થઈ ગુરુગુણ ગાવે...

નાઈ ધોઈને કરે અસ્નાના.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સર્જક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1991