ramna he re chogana - Bhajan | RekhtaGujarati

રમના હે રે ચોગાના

ramna he re chogana

કબીર કબીર
રમના હે રે ચોગાના
કબીર

રમના હે રે ચોગાના, રમો મન, રમના હે રે ચોગાના.

ધર રે ગગન બિચ અટકત નાહીં, કેવલ મુક્તિ મેદાના -

રમો મન૦

લેહ લગામ, જ્ઞાન કર ઘોડા, સુરત સુરત ચિત્ત ચટકા,

સ્હેજે ચડું સતગુરુજીને બચને, તો મિટ ગયા આવા-ગમના

એરણ નાદ ને બૂંદ હથોડા, રવિ-શશિ ખાલી પડના,

આસન વાળી મગન હોઈ બેઠા, મિટ ગયા આવા-ગમના

ત્રીજા નેનમાં ત્રિભુવન સૂઝે, સતગુરુ અલખ લખાયા,

જિન કારણ જોગી બહાર ઢૂંઢત હૈ, તે ઘટ ભીતર પાયા

એકમાં અનેક, અનેકમાં એક હૈ, તે અનેક નિપાયા,

એક દેખી જબ પરચા પાયા, તો એકમાં અનેક સમાયા -

નાશ કહું તો મેરા સતગુરુ લાજે, વણ નાશે કોઈ જોગી,

કહેત ‘કબીર’ સુણો ભાઈ સાધુ, તો સત ચિદ્ આનંદ ભોગી

રમના હૈ રે ચાગાના૦

સ્રોત

  • પુસ્તક : ભજનરસ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 1