chakshu badlani ne - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચક્ષુ બદલાણી ને

chakshu badlani ne

ગંગાસતી ગંગાસતી
ચક્ષુ બદલાણી ને
ગંગાસતી

ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી ને

ફળી ગઈ પૂરવની એને પ્રીત રે,

ટળી ગઈ અંતરની આપદા ને

પાળી સાંગોપાંગ રૂડી રીત રે...

ભાઈ રે નાભિકમળમાંથી પવન ઊલટાવ્યો ને

ગયો પશ્ચિમ દિશ માંય રે,

સુરતા ચડી ગઈ શૂનમાં ને રે

ચિત્તમાં માંહી પુરુષ ભાળ્યા ત્યાંય રે...ચક્ષુ૦

ભાઈ રે, અવિગત અલખ અખંડ અનાશ ને

અવ્યક્ત પુરુષ અવિનાશ રે,

ભાળીને સુરતા તેમાં લીન થઈ ગઈ ને હવે

મટી ગયો જનમનો ભાસ રે... ચક્ષુ૦

ભાઈ રે, ઉપદેશ મળ્યો ને ટળી ગઈ આપદા ને

કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે,

'ગંગાસતી' એમ બોલિયાં ને

આવ્યે પરિપૂરણ વિશ્વાસ રે... ચક્ષુ૦

સ્રોત

  • પુસ્તક : સંત પરંપરા વિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સર્જક : ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
  • વર્ષ : 1989
  • આવૃત્તિ : 1