mohandaas karamchand gaandhii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મોહનદાસ કરમચંદ ગાંધી શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ
- હિંદને આઝાદી અપાવનાર એક જગવિખ્યાત સંત પુરુષ અને વિભૂતિ. તેમનો જન્મ ઈ.સ. ૧૮૬૯માં પોરબંદરમાં થયો હતો. બેરિસ્ટર થયા પછી તે આફ્રિક ગયા અનેત્યાંના હિંદીઓનાં દુ:ખ દૂર કર્યાં. ૧૯૧૫માં અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની તેમણે સ્થાપના કરી. ચરખા અને ખાદીનો તેમણે પ્રચાર કર્યો. ઈ.સ. ૧૯૨૪માં મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા. અંત્યજોદ્ધાર પછી આત્મશુદ્ધિને ખાતર તેમણે ૨૧ દિવસના ઉપવાસ આદરી ગ્રામોદ્વાર પ્રવૃત્તિ ઉપાડી હતી. સત્ય અને અહિંસા તેમના જીવનના અચલ સિદ્ધાંત હતા.
