tun hira parakh le - Bhajan | RekhtaGujarati

તું હીરા પારખ લે

tun hira parakh le

ગોરખનાથ ગોરખનાથ
તું હીરા પારખ લે
ગોરખનાથ

હરિહર હરિહર તુ હીરા પારખ લે, સમજ પડે તેરી નિજ બૂટી

સોહમ શબ્દ હિરદા મેં રખ લે, ઔર બાત સરવે જૂઠી. - હરિહર૦

રમઝમ રમઝમ વાજાં વાગે, ઝલમલ ઝલમલ માંઈ જ્યોતિ,

ઓહંકારના સોહંકારમાં, હંસે ચુગિયાં નિજ મોતી. - હરિહર૦

અંદર ઘટા સે મેરે સતગુરુ આયા, અમૃત બૂંદ અગમ ઊઠી,

ત્રિવેણીના માણેક ચોકમાં, લૈ લાલા હંસે લૂટી. - હરિહર૦

કાયામાં પાંચ ચોર હૈ, ઉનકી પકડ લે સિર ચૌટી,

પાંચ કું માર પચીસ કું પકડો, જબ જાનું તેરી બુદ્ધિ મોટી. - હરિહર૦

સત શબ્દ કી સેજ બના લે, ઢાલ પકડ લે ધીરપ કી,

જ્ઞાન ખડગ લઈ લડેા ખેત મેં, જબ જાનું તેરી રજપૂતી. - હરિહર૦

પકી ધડી કા તોલ બના લે, ખોટ આવે એક રતી,

મચ્છીન્દ્ર પ્રતાપે 'ગોરખ' બોલ્યા, અલખ લખે સેા ખરા જતિ. - હરિહર૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 198)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001