parbe jaun to - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પરબે જાઉં તો

parbe jaun to

ગંગાબાઈ ગંગાબાઈ
પરબે જાઉં તો
ગંગાબાઈ

પરબે જાઉં તો પીર શાદલ મળિયા,

સાધુડા બોલે મીઠી વાણી રે,

વેલા પધારો પીર સંતોની વારે... વેલા પધારો૦

મરજાદું મેલી મેં તો મારા રે કુળની રે,

ખલકો પેર્યો છે ખાવંદ ખાંતે રે... વેલા પધારો૦

લૂલાં ને લંગડાં આપા દરગાએ તમારી રે,

બૂડતાંની બાંહ્યડી બાપો ઝાલે રે... વેલા પધારો૦

ઊંડા રે જળમાં વા’લે ગજને ગ્રાહ્યો રે,

ધાયો પોતાની એક ધાએ રે... વેલા પધારો૦

સેના ભગતની વા’લે ચાકરી જાણી રે,

કંકુવરણી કાયા કીધી રે... વેલા પધારો૦

ચોરાશી સિદ્ધની ધૂણી પરબે બિરાજે રે,

નમણ્યું કરે છે નર ને નારી રે... વેલા પધારો૦

દેવંગી પરતાપે માતા ‘ગંગાબાઈ’ બોલ્યાં,

ખલકો પેર્યો છે ખાવંદ ખાંતે રે... વેલા પધારો૦