main alekiya - Bhajan | RekhtaGujarati

મૈં અલેકિયા

main alekiya

દયાનંદ દયાનંદ
મૈં અલેકિયા
દયાનંદ

મૈં અલકિયા પીર પછમ રા,

સતની ઝોળી મેરે કાંધ ધરી,

સતની ઝોળી કાંધ ધરી,

મેં તો પીધો પિયાલો લગન કરી.

પાંચ રંગરા લિયા હૈ કપડા, શીલ સંતોષ માંહી તાર ભરી,

પ્રેમને પ્રકાશે ચાલે ત્યારે, સારા શહેરમાં ખબર પડી... મૈં૦

પાંચ ફળિયાં, પચીસ મેડિયું, નવે દરવાજે જોયું ફરી,

ચાર પાંચ માંઈ ખેલે જુગટિયા, ઉનકું મેલ્યા પરહરી... મૈં૦

ઓહં અંચળા, સોહં ચીપિયા, વચન વિભૂતિમાં રે'વું ભળી,

દશમે દુવાર જગ અલખ જગાયો, ઝોળી હો ગઈ ખરેખરી... મૈં૦

એક શબદ મને દિયો સાહેબે, લિયો અલેકિયે લગન કરી,

દાસ ‘દયાનંદ’ બ્રહ્માનંદ ચરણે, હવે ચોરાશીમાં નાખ્યું ફરી...

મૈં અલૈકિયા પીર પછમ રા,

સતની ઝોળી મેરે કાંધ ધરી.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 151)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991