gagan mein re takora waje - Bhajan | RekhtaGujarati

ગગન મેં રે ટકોરા વાજે

gagan mein re takora waje

જીવણ મસ્તાન જીવણ મસ્તાન
ગગન મેં રે ટકોરા વાજે
જીવણ મસ્તાન

ગગન મેં રે ટકોરા વાજે રે,

મુરશદ મારા એકલબારે ગાજે. ગગનમે૦

એવા રે રંગ નાભિ કમળ જાગે,

સુરતા મારી જઇ ગગન લાગે. ગગન મેં૦

ધીમે રે ધીમા દશમે દ્વારે જાગે,

ઐસો રે ચીની નાદ માંહી વાગે રે. ગગન મેં૦

મુરશદ વિના ક્યાંથી કૂફર ભાગે,

અન્ય વિના ક્યાંથી અંતર જાગે રે. ગગન મેં૦

'જીવણ મસ્તાન' એમ અરજ માગે,

માથે પીર કાયમદીન ચિશ્તી જાગે રે. ગગન મેં૦

સ્રોત

  • પુસ્તક : મુસલમાની ગૂર્જર-સાહિત્ય (પૃષ્ઠ ક્રમાંક 785)
  • પ્રકાશક : હરગોવિંદ દ્વા. કાંટાવાળા. 'સાહિત્ય' ડિસેમ્બર
  • વર્ષ : 1922