dharm meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધર્મ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- નીતિ, સદાચાર, જીવન-મરણ તથા ઈશ્વર, વગેરે ગૂઢ તત્ત્વો વિષેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા
- ગુણ-લક્ષણ, ખાસિયત
- ફરજ, કર્તવ્ય
- ચાર પુરુષાર્થોમાંનો પહેલો પુરુષાર્થ-બહારની અને અંદરની શુદ્ધિ
- દાન-પુણ્ય
- ધર્મરાજા
- શાસ્ત્રોકત વિધિ નિષેધ આચાર
- જગતના સર્વ ચેતન પદાર્થો તરફ સમભાવ
- આત્મદર્શન તરફ ગતિ
વિશેષણ
- ધર્મને અનુસરતું, ધર્મવાળું, ન્યાયી
- ગુણ-લક્ષણ, ખાસિયત, 'ક્વૉલિટી', 'પ્રોપર્ટી' (મ.ન.)
- કર્તવ્ય, ફરજ
- યોગ્યતા-અયોગ્યતાનો વિચાર, ઐહિક નીતિ-વિચાર
- નૈતિક જીવન, સદાચરણ
- ચાર પુરુષાર્થોમાંનો પહેલો પુરુષાર્થ-બહારની અને અંદરની શુદ્ધિ
- નિઃશ્રેયસ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, ઇન્દ્રિયોને પૂર્ણ રીતે કાબૂમાં રાખી આત્મદર્શન તરફ ગતિ
- દુન્યવી ભ્રામક આકર્ષણોમાંથી ચિત્ત-વૃત્તિઓને ખેંચી માનવ તરીકે ઉત્તમ રીતે જીવવાનો પ્રકાર
- જગતના સર્વ ચેતન પદાર્થો તરફ સમાન ભાવની દૃષ્ટિ અને વર્તાવ-દયા-ધર્મ
- પંથ, સંપ્રદાય
- તે તે પંથ કે સંપ્રદાયની પ્રક્રિયા
- દાન, પુણ્ય વગેરે, ધર્માદો
- પૌરાણિક માન્યતા પ્રમાણે પાપ-પુણ્યોનો નિર્ણય લાવી આપનાર એક દેવ-યમરાજા. (સંજ્ઞા.)
- પાંચ પાંડવોમાંના મોટા ભાઈ યુધિષ્ઠિર. (સંજ્ઞા.)
English meaning of dharm
Masculine
- knowledge, faith or belief in the matter of morality, good behaviour, death, life after death, God, etc
- religion
- religious practices
- merit or virtue
- charity
- duty, obligation
- first of the four objects of life, viz, ધર્મ, અર્થ, કામ and મોક્ષ property, quality, nature
- name of Yudhisthira
- Yama, God of death
धर्म के हिंदी अर्थ
पुल्लिंग
- धर्म
- शास्त्रोक्त आचार, धर्म
- पुण्य , दान
- धर्म, फ़र्ज़, कर्तव्य
- एक पुरुषार्थ , धर्म
- गुण, स्वभाव, प्रकृति
- धर्मराजा
