ramta jogi aaya nagar mein - Bhajan | RekhtaGujarati

રમતા જોગી આયા નગર મેં

ramta jogi aaya nagar mein

ગોરખનાથ ગોરખનાથ
રમતા જોગી આયા નગર મેં
ગોરખનાથ

રમતા જોગી આયા નગર મેં

રમતા જોગી આયા હોજી.

જળ કેરી માછલી થળમાં વિયાણી, અધર ઈંડાં જમાયા હોજી.

ઈંડામાં છીંડાં વિના ચેતન કૈસે આયા... રમતા૦

કાચી માટી કા કુંભ બનાયા, તે અસીરસે ભરીએલ અંકા,

નવ દરવાજા જેપુર સે વશ કીધા,

તેના દશમે દરવાજે વાગ્યા ડંકા... રમતા૦

ગગન મંડળમાં ગેાધન વિયાણી, તેના ગોરસવણ દૂધ જમવાયા જી,

સુરતે સોંધીને માખણ વીરલે ખાધું,

તેની છાશે જગત ભરમાવ્યા... રમતા૦

ચાંચ વિના તે પંખી ચુગા રે ગત સે, શીતળ ઉનકી છાયા હોજી,

મચ્છંદર પ્રતાપે 'જતિ ગેારખ' બોલ્યા,

ચાલ્યા સો નર પાયા... રમતા૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 82)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : 2