jeew tun kari le sadhuno satsang - Bhajan | RekhtaGujarati

જીવ તું કરી લે સાધુનો સત્સંગ

jeew tun kari le sadhuno satsang

ગોવિંદરામ ગોવિંદરામ
જીવ તું કરી લે સાધુનો સત્સંગ
ગોવિંદરામ

જીવ તું કરી લે સાધુનો સત્સંગ, જ્ઞાન બુદ્ધિ તુંને આવે.

તારી કુબુદ્ધિ થશે દૂર, સતનામ તુંને સમજાવે રે,

જીવ જો અણી અગ્રની માંઈ, ધ્યાન સુરતા લાવે રે... જીવ તું૦

ત્યાં વરસે નૂર અપાર, મોતીડાં નજરે આવે રે,

જીવ જો સતગુરુ ભજ્યા પ્રહલાદ, ધ્રુવ અવિચળ પદવી પાવે રે... જીવ તું૦

સતગુરુ ભજ્યાનું પ્રમાણ, ગુણ એના જગ ગાવે રે,

સતગુરુ નામના પ્રતાપે, જમરાને દૂર હટાવે રે... જીવ તું૦

ટળે જન્મોજન્મના ફેરા, સતગુરુ જ્ઞાન બતાવે રે,

સતગુરુ ભજ્યા રવિ ગુરુ ભાણ, ત્રિકમને જુગ જાણે,

બાલક ગુરુજીના ચરણની આશ, ‘ગોવિંદરામ’ ગુણ ગાવે રે... જીવ તું૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001