રણની વચાળે રેતી, રેતી વચાળે મૃગજળમૃગજળ વચાળે તૃષ્ણા, તૃષ્ણા વચાળે શું?
ગઝલના પાકને રેતી જ રાસ આવે છેમરુભૂમિ અમે એથી ગરાસમાં લીધી.
તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.
પ્રદૂષણના ધુબકા સહન થઈ શક્યા નહિ,તો રેતી નીચે જઈ વસી એ નદી છે.
મેં નરી નક્કોર રેતી એક દિ ચાખી સજનવાજળનું જાજરમાન જોખમ જાન પર રાખી સજનવા
છરી એટલે સંબંધો ને નદી એટલે રેતી હોય;છબી એટલે સદ્ગત પોતે મ કહે છે મંગળદાસ!
શાહી સૂકવવા ચણોઠી જેવા જ મુજ શ્વાસો ફૂંક્યા;શક્ય છે તુજ હાથમાં ખરખર ખરે રેતી પ્રિયે!
હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી,હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે. સહરા.
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે...
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.