shwasman lidhi - Ghazals | RekhtaGujarati

શ્વાસમાં લીધી

shwasman lidhi

વિવેક કાણે વિવેક કાણે
શ્વાસમાં લીધી
વિવેક કાણે

અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી,

અમે પીગળતી કોઈ ક્ષણને પ્રાસમાં લીધી.

ગઝલના પાકને રેતી રાસ આવે છે

મરુભૂમિ અમે એથી ગરાસમાં લીધી.

કદી ધર્યો કોઈ વેશ ઇન્દ્રની માફક,

લીધી જે ચીજ નિજના લિબાસમાં લીધી.

ભરે કોઈ જે રીતે શ્વાસ અંતવેળાનો,

તમે મૂકેલી હવા એમ શ્વાસમાં લીધી.

પ્રથમ ગુનો તો ‘સહજ' છૂટછાટ લીધી એ,

અને ઉપરથી હોશોહવાસમાં લીધી.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999