moti wachale tun - Ghazals | RekhtaGujarati

મોતી વચાળે તું

moti wachale tun

હિતેન આનંદપરા હિતેન આનંદપરા
મોતી વચાળે તું
હિતેન આનંદપરા

નભની વચાળે સૂરજ, સૂરજ વચાળે લાવા,

લાવા વચાળે અગ્નિ, અગ્નિ વચાળે લૂ,

રણની વચાળે રેતી, રેતી વચાળે મૃગજળ

મૃગજળ વચાળે તૃષ્ણા, તૃષ્ણા વચાળે શું?

પંખી વચાળે પાંખો, પાંખો વચાળે પીંછાં,

પીંછાં વચાળે ટહુકા, ટહુકા વચાળે હું.

ધરતી વચાળે દરિયો, દરિયા વચાળે છીપલાં,

છીપલાં વચાળે મોતી, મોતી વચાળે તું.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 192)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008