Famous Gujarati Ghazals on Dharti | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધરતી પર ગઝલો

ધરતી, ધારણ કરે તે. ધરતી

સમગ્ર સૃષ્ટિનું ધારણ કરે છે. માટે જ પૃથ્વીને ક્ષમાશીલ પણ કહી છે. કેમકે ‘ક્ષમા’ શબ્દમાં ખમવુંનો અર્થ છે. ધરતી એ સંસાર, દુનિયા કે સૃષ્ટિ માટે પણ બોલાય છે. કળા માટે સૃષ્ટિ વિષય અને ભોક્તા બંને છે અને સૃષ્ટિને ધરતીનું અવલંબન છે. આથી માત્ર સાહિત્ય જ નહીં, બલકે દરેક કળાના પ્રકારમાં ધરતીનું નિરૂપણ થયું છે. સાહિત્યમાં દેશ કે માતૃભૂમિ માટે પણ ‘ધરતી’ સંજ્ઞાનો ઉલ્લેખ થાય છે. કુળગૌરવ માટે પણ ધરતીનો ‘ધરતીની લાજ’ તરીકે ઉલ્લેખ થાય છે. પ્રાકૃતિક સૌંદર્યના વર્ણનમાં ધરતીના વિવિધ રૂપ આલેખાયાં છે. ગૌરવશાળી વ્યક્તિત્વ (જ્યાં જન્મ લીધો એ સ્થાન) ધરતીનું નામ ઉજાળે છે એમ પણ લોકભાષામાં કહેવાય છે. ખેડૂતને ‘ધરતીના છોરું’ કહેવાય છે, કેમકે તેમનું કાર્યક્ષેત્ર ધરતી છે. ભજનોમાં ધરતીની કાગળ અને મેરુ પર્વતની કલમ અને સાગરના જળની શાહી તરીકે કલ્પના કરવામાં આવી છે! અત્યંત શરમજનક સ્થિતિ માટે લોકબોલીમાં ‘ધરતી ફાટે તો એમાં સમાઈ જાઉં’ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. કેમકે ધરતીમાં સમાઈ જવું એ અંતિમ આશ્રયસ્થાન ગણાય છે. આ રૂઢિપ્રયોગના મૂળ રામાયણમાં છે જેના અંતિમ હિસ્સામાં સીતા પોતાની શુદ્ધતા સાબિત કર્યા બાદ પણ નિષ્કલંક ગણાતી નથી ત્યારે નિરુપાયે ધરતીમાં સમાઈ જઈ આત્મસમર્પણ કરે છે. ધરતી પર હોવું એટલે સુરક્ષિત હોવું અને હોશમાં હોવું એમ બે અર્થ થાય છે. માટે જ જ્યારે કોઈ અચાનક અસુરક્ષિત અવસ્થામાં મુકાઈ જાય ત્યારે ‘તેના પગ તળેથી જમીન સરકી ગઈ’ એમ કહેવાય છે અને કોઈ વ્યક્તિ ઉન્માદમાં છકી જાય ત્યારે ‘એના પગ ધરતી પર નથી’ એમ કહેવાય છે. ચુનીલાલ મડિયાએ ‘લીલુડી ધરતી’(૧૯૫૭) નામે, ગ્રામીણ પાર્શ્વભૂ ધરાવતી, સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડુપરિવારને લગતી વિખ્યાત નવલકથા લખી હતી. નોંધપાત્ર હસ્તીઓના વ્યક્તિચિત્રના સંગ્રહ અને અંગત નિરીક્ષણોના લખાણને સ્વામી આનંદે ‘ધરતીની આરતી’ અને ‘ધરતીનું લૂણ’ જેવા શીર્ષક આપ્યાં છે.

.....વધુ વાંચો