સૌથી વધુ સંબંધિત પરિણામ
મુશ્કેલ સાથે સંબંધિત પરિણામ
અન્ય પરિણામો
અંતઃસ્રોતા
જાનબાઈ જીણી નજરે આવનાર માણસનો અણસાર અવલોકી રહ્યાં. વધી ગયેલી સેંથકની દાઢી વચ્ચેની એની મુખરેખા ઓળખવી મુશ્કેલ હતી, પણ સ્નેહ-નીતરતી ચમકીલી આંખ તરફ થોડી વાર તાકી રહેતાં વરસોજૂની પિછાણ તાજી થઈ અને તુરત જાનબાઈનાં અંગેઅંગમાં એક કમ્પારી પસાર થઈ ગઈ. ધ્રૂજતે અવાજે પૂછ્યું :
‘તમે... તમે વાહણના બાપુ તો નહિ?’
- ચુનીલાલ મડિયા
- નવલિકા
ભદ્રંભદ્ર અને હું
‘સભ્યતા શાની? અસભ્ય સમાજથી આ ધરતી ઊભરાતી હોય એમ લાગે છે.’
આપને જે લાગે તે ખરું. બાકી, અહીં તો સભ્ય ને અસભ્ય માણસો મિક્સ ખાદ્યવસ્તુઓની જેમ એવાં ભેળસેળ થઈ ગયાં છે કે એમની તારવણી કરવી મુશ્કેલ છે. લો, આ નળબજારનું નાકું આવ્યું. પેલું આપણું મકાન - માધવ બાગ અહીંથી બે ડગલાં જ છે!’
- વિઠ્ઠલ પંડયા
- નવલિકા
