સૌથી વધુ સંબંધિત પરિણામ
ત્રેપનસિંહ ચાવડા જીવે છે
‘અઢારમો સિંહ પણ થોડો ઘણો પાજી હતો. તેનો શિકાર તો કર્યો, પણ મરતાં મરતાં એક આંગળી એણે કરડી ખાધી'તી...'
‘તોપણ તમે પાંત્રીસ આંગળીના ધણી....' મેં તેમને પોરસ ચડાવ્યો. અંધારાની જેમ ફેલાઈ ગયો.... પરિણામે મારો પાંત્રીસ આંગળીનો જુગાર આંધળુકિયો જુગાર બની ગયો હતો...' વેદનાપૂર્વક ડોસાજીએ કહ્યું.
- રમેશ પારેખ
- નવલિકા
પાંત્રીસ સાથે સંબંધિત પરિણામ
અન્ય પરિણામો
જલ્લાદનું હૃદય
“જલ્લાદજી !” પ્રમુખે વૃદ્ધ કોઈ યંત્ર જેવા એકસૂરીલા બોલ સંભળાવ્યા : “જેના નામની ચિઠ્ઠી નીકળી. તે ગમે તે હો, દોસ્ત હો વા દીકરો, તમારે એને ખતમ કરવો પડશે. મિત્રતા મોટી ? – કે પ્રભુ અને પિતૃદેવોની સામે લીધેલા કસમ મોટા ? તમે કોણ છો ? પ્રભુના આજ્ઞાવશ જલ્લાદ છો : નેકપાક પરશુધર છો.”
પાંત્રીસ વર્ષના પુરુષને કાને ‘પ્રભુ’ અને ‘પિતૃદેવો’ના બોલ પડ્યા. પોતે લીધેલા ‘કસમ’ એણે યાદ કર્યા, એનું માથું નીચે ઢળ્યું. એ ત્યાંથી ચાલ્યો – બહાર નીકળી ગયો.
- ઝવેરચંદ મેઘાણી
- નવલિકા
એક છે માખણલાલ
પેલો અજાણ્યો માણસ ભટકાયો ને પાછો માખણલાલને તતડાવવા મંડ્યો : ‘મિસ્ટર, જોતા નથી? ચાલતાં આવડે છે કે નહિ?’
માખણલાલે સ્મિત કર્યું : ‘અરે ભાઈ, મારે આંખનો નંબર પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશ છે. અને હું માત્ર પાંત્રીસ વરસથી ચાલું છું... પણ તમે તો ચશ્મા પહેરતા નથી. તમારે આંખોનો નંબર પણ નથી. ને તમે ચાલો છો પણ ખૂબ ઝડપથી.’
- મધુસૂદન પારેખ
- બાળવાર્તા
