26mi January e - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

26મી જાન્યુઆરીએ

26mi January e

દાન વાઘેલા દાન વાઘેલા
26મી જાન્યુઆરીએ
દાન વાઘેલા

સ્વાતંત્ર્ય નામનાં બંધ સ્ટોરમાં

.....વર્ષની લોક્તા

ગંધાઈ ઊઠી છે.

મિનિસ્ટરના હાથે

ત્રિરંગાની ખેંચાતી દોરી

ગાંધીને ગોળીએ

અને

ઈશુને વધસ્થંભે

આમ ચડાવ્યાની ચાડી ખાતી હતી.

પાંત્રીસ દિવસ અગાઉ

સમય નક્કી કરીને આવેલા મિનિસ્ટરે

‘વંદે માતરમ્’ શબ્દોને મુક્તિ આપી

અને

ત્રણ વરસનો નાનો ભરત

એકડો શીખતા પહેલાં

‘વંદે માતરમ્’ બોલવા ગયો, પણ...

અન્ય ધ્વજને સ્વતંત્રતા આપવા જવા

ઉતાવળા થતા

મિનિસ્ટરની એમ્બેસેડર નીચે

ભરત અને ભરતના શબ્દો ફીણાઈ ગયા

ને સ્વતંત્રતાને પામ્યા.

હવાએ કારમી ચીસ નાખી

અને હજીય પડઘાયા કરે છે શબ્દો

‘વંદે મિનિસ્ટરમ્! વંદે મિનિસ્ટરમ્!’

સ્રોત

  • પુસ્તક : જઠરાગ્નિ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : દાન વાઘેલા
  • પ્રકાશક : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન, અમદાવાદ
  • વર્ષ : 2011