uth jag man mera - Bhajan | RekhtaGujarati

ઊઠ જાગ મન મેરા

uth jag man mera

ઈમામ બેગમ ઈમામ બેગમ
ઊઠ જાગ મન મેરા
ઈમામ બેગમ

ઊઠ જાગ મન મેરા, તું કાયકું સોતા હય,

મનખા જનમ રતન હય, સો કાયદું ખોતા હય... ઊઠ જાગ મન.

એજી કાયા માયા રૂડી દેખી, ઉસ પર તું મોહતા હય,

દુનિયા કે ધંધે મેં, મગરૂબ ક્યૂં હોતા હય... ઊઠ જાગ મન.

એજી પાંત્રીસ ને પચવીસ, સોળ ને આઠ,

વાર ચોરાસી ફરીઓ, તુંને સાન ના આવી રે... ઊઠ જાગ મન.

એજી એટલા જો ફેરા ફરીઓ, મનખા જનમ ધરીઓ,

ઓર જો તું જનમ ધરીઓ, ઉસકી રબકું કલ પડી... ઊઠ જાગ મન.

એજી તુજે ક્યા કહ્યું મન મેરા, તુજે લાજ ના આતી હય,

હીરા રતન મોતી, સો ક્યૂં ગફલત મેં ખોતા હય... ઊઠ જાગ મન.

એજી હરદમ ઝિકર કરના, હક સે સાબત હોના,

તન મન સુરત સાંસા, જબ એક હોતા હય... ઊઠ જાગ મન.

એજી નાભિર સે જબ ઊઠે, બંકનાડ રસ્તા લહે,

ત્રવેણી કે તીર પર, દસ માંહે ઠહેર રહે... ઊઠ જાગ મન.

એજી એકવીસ હજાર છસ્સો, દમ દીન મેં ઘટતા હય,

આઠ પહોર મેં વણજારા, તું ક્યા કમાતા હય... ઊઠ જાગ મન.

એજી કહેત 'ઈમામ બેગમ', સુનો મન મેરા,

સતગુરુ કે પીર સાદે, અભિમાન મૂકી દે... ઊઠ જાગ મન.

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સત–ફકીર (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009
  • આવૃત્તિ : 1