સૌથી વધુ સંબંધિત પરિણામ
અન્ય પરિણામો
તીતલીલૅન્ડ
‘બાવાઓ માટે, ગુંડાઓ માટે, ચૉકલૅટવાળાઓ માટે... ઠાંય,. ઠાંય... ઠાંય... ઠાંય... ને ખલ્લાસ’
પપ્પાને પરસેવો વળ્યો. તીતલી પોરસાતી હતી. તે એક ખૂણામાંથી ઈંટ ઊપાડતા બોલી, ‘આ રૂપિયાની બેંક... રૂપિયા જ રૂપિયા...’ તેનો ચહેરો જાણે નગદ રૂપિયાના તેજથી ચમકવા લાગ્યો. પપ્પાએ જોયું દુનિયાભરની રંગબેરંગી પસ્તીનાં બંડલો પર રબરબૅન્ડ ભરાવ્યાં હતાં.
- હસમુખ કે. રાવલ
- નવલિકા
લૉન્ડ્રીરૂમ
દિવસે ફૂલ-છોડની સંભાળ લેવાતી. રાત્રે, બંને એક-એક ઈંટ ધ્યાનથી ગોઠવતાં, પોતાની દુનિયા ફરી બનાવવા. પણ તેમને ખબર નહોતી કે સમયે તેમને જાણ પણ ન થાય એમ ચોરીછૂપીથી તેમની દુનિયાની બ્લૂપ્રિન્ટ બદલી નાખી.
નવેમ્બરના અંતમાં એ વરસનો પહેલો બરફ પડ્યો ત્યારે તે લોકો વૉશરને ફરતું જોઈ રહ્યાં હતાં. અંજલીના ચહેરા પરના ભાવ જોઈ મિસિસ નાયરને ચિંતા થઈ.
- અભિમન્યુ આચાર્ય
- નવલિકા
