bar te hathanun bajariyun - Lokgeeto | RekhtaGujarati

બાર તે હાથનું બાજરિયું

bar te hathanun bajariyun

બાર તે હાથનું બાજરિયું

બાર તે હાથનું બાજરિયું, તેર હાથનું રાડું

મલુજીનું બાજરિયું.

હું ને મારાં બૈજી લણતા લણતા બાઝ્યાં

મલુજીનું બાજરિયું.

મારાં બૈજીએ ઝાલ્યો ચોટલો, મેંય ઝાલ્યા બે કાન

મલુજીનું બાજરિયું.

મૂકી દેજો બૈજી ચોટલો, નકર તૂટી જશે બે કાન

મલુજીનું બાજરિયું.

મારાં બૈજીએ લીધું સાંબેલું મેંય લીધી ઈંટ

મલુજીનું બાજરિયું.

મૂકી દેજો બૈજી સાંબેલું નહિતર ઈંટ પડાવશે ચીંહ

મલુજીનું બાજરિયું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959