aa deh geh samaan - Pad | RekhtaGujarati

આ દેહ ગેહ સમાન

aa deh geh samaan

ભવાનીશંકર ભવાનીશંકર
આ દેહ ગેહ સમાન
ભવાનીશંકર

દેહ ગેહ સમાન, જુઓ સુમતિવાન જનો રે... આ૦

પીઠ તણા બરડાનું હાડ તે, છે આડસર બળવાન;

પાંસળીઓ ભળિયો વળિયો વળી, ભુજ પદ થંભ નિદાન... જુઓ૦

અસ્થિ બધાં ઈંટ પથ્થર થર લઈ, કીધી વિધિ કડીએ કમાન;

માંસ રૂપી કચરે ચૂને ચણિયું, રુધિર જળેથી મકાન... જુઓ૦

કોઈ વિચિત્ર સુચામડી શામળી, રાતી ગોરેવાન;

તે રૂપી રંગે રંગેલુ, ભવ્ય ભુલાવે ભાન... જુઓ૦

માની લો મુખ આંખ નાક ને, કોરણી કીધેલ કાન;

ઈત્યાદિક ઇંદ્રિરૂપી છે, બારીઓ બેશ નિશાન... જુઓ૦

ઘરનો દૃષ્ટા ઘરથી પર, હું આત્મા સહુ જાણ;

એક ‘ભવાનીશંકર’ ભજી લો, તજી તનનું અભિમાન... જુઓ૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ પહેલો (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : ઓશિંગણ
  • પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ
  • વર્ષ : 1909