Explore children poetry collection | RekhtaGujarati

બાળકાવ્ય

બાળકાવ્ય એટલે બાળકો દ્વારા નહીં પણ બાળકો માટે લખાયેલું કાવ્ય. તેમાં મુખ્યત્વે બાળસૃષ્ટિનું – બાળકના ભાવજગતનું આલેખન થયેલું હોય છે. બાળકોને ગમે એવા વિષય, ભાષા, શૈલી, લયતાલ તેમજ ગેયતા અને અભિનયતા એ બાળકાવ્ય માટે આવશ્યક છે. મધ્યકાળમાં પ્રેમાનંદ, નરસિંહ, મીરાં, શામળ વગેરેની કેટલીક કૃતિઓમાં બાળકવિતાના અંશો જોવા મળે છે. મધ્યકાળથી શરૂ થયેલી બાળકાવ્યની પરંપરા છેક હમણાં સુધી નિરંતર ચાલુ રહી છે. દલપતરામથી લઈને સમકાલીન સર્જકોનાં ચૂંટેલાં સુમધુર બાળકાવ્યોનો ખજાનો આપ સૌ માટે અહીં હાજર છે.

.....વધુ વાંચો

અરુણિકા દરૂ

જાણીતા બાળસાહિત્યકાર અને ચરિત્રકાર

અવિનાશ વ્યાસ

જાણીતા ગીતકવિ, નાટ્યકાર અને સંગીત-નિયોજક

ઉદયન ઠક્કર

અનુઆધુનિકયુગીન કવિ અને અનુવાદક

ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય યાજ્ઞિક

કવિ, નાટ્યલેખક, વાર્તાકાર, ગદ્યકાર, શ્રીમન્ નૃસિંહાચાર્યજીના પુત્ર

ઉમાશંકર જોશી

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર

ઉમિયાશંકર ઠાકર

બાળસાહિત્યકાર

એની સરૈયા

કવયિત્રી અને બાળસાહિત્યકાર

કનૈયાલાલ જોશી

કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક અને સંપાદક

કૃપાશંકર જાની

કવિ, બાળસાહિત્યકાર અને સંપાદક

કિરીટ ગોસ્વામી

સમકાલીન કવિ અને બાળસાહિત્યકાર

ગભરુ ભડિયાદરા

અનુઆધુનિકયુગીન કવિ

ગેમલસિંહ મહીડા

બાળકાવ્યસંગ્રહ 'કુમકુમ પગલી' (1946)ના કર્તા

ગિજુભાઈ બધેકા

સુપ્રસિદ્ધ કેળવણીકાર અને બાળસાહિત્યકાર, ‘બાળકોની મૂછાળી મા’ તરીકે સન્માનિત

ચંદ્રકાન્ત મ. ઓઝા

રાસકવિ અને બાળસાહિત્યકાર

ચંદ્રકાન્ત શેઠ

અગ્રણી કવિ, અનુવાદક, સંપાદક, નિબંધકાર, ચરિત્રકાર અને વિવેચક

ચંદ્રવદન મહેતા

સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ્, કવિ અને આત્મકથાકાર