ઈદુલફિત્ર
રમઝાન ઈદ; રમઝાન મહિનાના રોઝા એટલે ઉપવાસ રાખ્યા પછી ખુશી માણવાનો દિવસ; રોઝા ઈદ; માહે શવ્વાલની પહેલી તારીખ. ખાસ કરીને સ્ત્રીઓને મિત્રો અને સગાસંબંધી તરફતી આ દિવસે ભેટ મળે. સ્ત્રીપુરુષો સારાં કપડાં પહેરીને સવારમાં ઈદગાહે જાય અને ઉચ્ચ અને નીચ, પૈસાદાર અને ગરીબ ભેગા થઈ એક મેદાન ઉપર સાથે પ્રાર્થના કરે, ત્યાં એક મેળો ભરાય છે. આ મેળા અકબરના વખતમાં શરૂ થયા હતા અને મીના બજાર તરીકે ઓળખાતા. બીજી વખતની સ્ત્રીઓ આ દિવસે નવાં કપડાં તેઓની શોકના મોરાને અર્પણ કરે, તેલ, દૂધ અને મસાલા તેની શોકની કબર ઉપર મૂકવામાં આવે અને તે મોરૂં મરી ગયેલી વહુ તરીકે ઓળખાય. પતિએ આપેલાં બધાં કપડાં અને ઘરેણાં તેની આગળ મૂકી નીચેના શબ્દો બોલાય. ``માનનીય બાનુ, આ કપડાં અને ઘરેણાં પહેર અને તારાં ઊતરેલાં કપડાં આ ગરીબ બાઈને પહેરવા આપ.`` બીજા રિવાજ પ્રમાણે બૈરાંઓ તે દિવસે આખી રાત મેંદી લગાડે અને જેનો મેંદીનો રંગ બીજે દિવસે સારો ઊઠે તેનું આખું વર્ષ સારૂં જાય એમ મનાય છે.