વાળવું શબ્દનો ગુજરાતી અર્થ |valvu.n meaning in Gujarati | Rekhtagujarati

valvu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાળવું

valvu.n वाळवुं
  • favroite
  • share

વાળવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • વાંકું કરવું, નમાવવું
  • વાળીને આકાર કરવો કે ગોઠવવું (જેમ કે, લાડુ, બીડી, ગેડ, અંબોડો, ઢગલો, પલાંઠી)
  • પાછું ફેરવવું (દેવું, ગાડું, મૂઠ, ઝેર, મન, જવાબ, ઉપકાર, બદલો)
  • કચરો કાઢવો. ઉદા. પૂંજો વાળવો, ઘર વાળવું
  • ઉપર છાવરવું, ઢાંકવું. ઉદા. તેના ઉપર ધૂળ વાળ, છેડો વાળવો
  • પાણી જવાનો રસ્તો કરવો, જેથી અમુક ઠેકાણે ન જતાં અમુક ઠેકાણે પહોંચે. ઉદા. ખેતરમાં પાણી વાળે છે.
  • આવેલી ક્રિયા કે પ્રસંગ પૂરા કરવાં. ઉદા. વરસી વાળવી

English meaning of valvu.n


  • bend
  • roll (cigars etc.)
  • return
  • turn back (mind)
  • repay (debt)
  • sweep (place or rubbish)
  • cover (sth. with dust etc.)
  • make channel and direct. water in the field (ખેતરમાં પાણી વાળવું)
  • perform ceremonies appropriate to occasion (e.g.વરસી વાળવી)
  • recompense
  • wind up
  • bring to an end

वाळवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • टेढ़ा करना, झुकाना, नवाना
  • चूर्ण, चाशनी आदि को बाँधकर किसी तरह का रूप या आकार देना, बाँधना (लहु) , बनाना (बीड़ी) , डालना (शिकन ) , मारना (पालथी) , बाँधना (जूड़ा आदि )
  • अदा करना, चुकाना (ऋण) , फिराना, फेरना, घुमाना, दिशा बदलना, मोड़ना (गाड़ी) , लौटाना, वापस करना (जवाब, मूठ आदि) , मनाना (मन) , बदला देना, फेरना (उपकार, बदला आदि)
  • झाड़ना, बुहारना
  • ढकना, आच्छादन करना, लगाना
  • पानी के लिए रास्ता बनाना, पानी बराना (सिंचाई में)

આપને આ પણ વાંચવું ગમશે