turiya tali lagi - Bhajan | RekhtaGujarati

તુરિયા તાળી લાગી

turiya tali lagi

અગરસિંહ અગરસિંહ
તુરિયા તાળી લાગી
અગરસિંહ

જેને તુરિયા તાળી લાગી, તેને જ્યોત પ્રેમ ધરે જાગી,

અતીત એ સેવે... એ સેવે૦

સ્થિરથી ઉપડે સ્થિર સમાવે

ઈ ઘર મેં કોઈ જાવે ગુરુજી મારા... ઈ ઘર મેં જાવે...

ઈ પદ તા કોઈ વિરલા પાવે, સહેજે સમાધિ થાવે.

અતીત એ સેવે... એ સેવે૦

કાયર નર તેા કંપવા લાગ્યા,

દૂર દેશ નહિ ભાળે, ગુરુજી મારા

મરજીવા મહા દરિયે મહાલે, મેરામણ મેાજું માણે.

અતીત એ સેવે... એ સેવે૦

સંત મળે તે મહાસુખ થાવે,

કામ ક્રોધ મટી જાવે... ગુરુજી મારા

પ્રેમ પુરુષ તે જેને ભેટયા, સહેજે સાધન થાવે.

અતીત એ સેવે... એ સેવે૦

આતમ ચીન્યો નરભે પાયા,

થીર થાનક ઠેરાયા... ગુરુજી મારા

ગુરુ અમરેશ ચરણે ભણે 'અગરસિંહ', પિયા પ્રેમકા પ્યાલા.

અતીત એ સેવે... એ સેવે૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ
  • વર્ષ : 1989