te meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તે શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા
- ત્રીજો પુરુષ એકવચન
વિશેષણ
- પેલું, એ
- હું અને તું મળી કોઈ અન્ય વ્યક્તિ વગેરે વિશે કહેતા-વિચારતા હોઇયે તે ત્રીજી વ્યક્તિ-પદાર્થ-પ્રસંગ વગેરે. (સં.) तद् નો પું., પ. વિ., એ. વ. स: ને બદલે ગુ. માં વિકસેલું સર્વનામ 'તે' પ્રથમ વાર વપરાતું હોય ત્યારે આવે પણ ખરું, છતાં 'એ' વધુ સ્વાભાવિક, પરંતુ બાકી તો સર્વત્ર એનું સ્થાન સ્વાભાવિક રીતે 'એ' લે છે. વળી સાપેક્ષ સર્વનામ તરીકે 'જે'ની અપેક્ષાએ 'તે' સ્વાભાવિક રીતે વપરાય છે, આમ છતાં એવા પ્રસંગે પણ 'એ' વ્યાપક રીતે ચાલુ જ છે. 'જે'નો યોગ ન હોય તેવાં પ્રતિનિધિરૂપ પરિસ્થિતિ(case in apposition)માં તો સર્વથા 'એ' જ સ્વાભાવિક છે, ત્યાં 'તે'નો પ્રયોગ અકુદરતી છે.) રૂપો : . 'તે' 'તેને'(તૅ:નૅ), 'તેણે'(તૅણૅ), 'તેથી' 'તેનું'(તૅ:નું), 'તેમાં'(તૅ:માં); વિભક્તિ-અંગ 'તે' 'તેના-' (તૅ:ના-)ને કારણે 'તેનાથી'(તૅ:નાથી), 'તેનામાં'(તૅઃનામાં) પણ. એ સાથે 'તે વિશે' 'તેના વિશે'(તૅ:ના,), 'તેની વિશે' (તૅ:ની-), 'તેના ઉપર' (તૅ:ના ઉપરય) 'તેની ઉપર' (તૅઃની ઉપરય) વગેરે. બ. વ. માં 'ઓ' પ્રત્યય સર્વસામાન્ય છે, પરંતુ માનાર્થે હોય છે ત્યારે 'મ' મધ્યગનો વિકાસ થયો છે : 'તેમને' (તૅ:મને) 'તેમનું'(તૅઃમનું) વિભક્તિ-અંગ 'તેમના'(તૅઃમના-) પ્રમાણે 'તેમનાથી'(તૅ:મનાથી), 'તેમનામાં'(તૅ:મનામાં) અને 'તેમના વિશે'(તૅ:મના-) 'તેમને વિશે'(તૅઃમને-) વગેરે.
- (વાકયારંભે) તો, તેથી.
- પણ (પૂર્વે 'ય' હોય ત્યારે : 'હુંય તે આવીશ')
English meaning of te
Pronoun
- third pers. sing. he, she, it
- (demonstr. pron.) that
ते के हिंदी अर्थ
सर्वनाम
- वह
विशेषण
- वह