મોતીનો મરમ
motiino maram
તિલકદાસ
Tilakdas

જ્ઞાની, ગોતજો રે
માતમ મોતીનો મરમ
જ્ઞાની ગોતજો રે.
સ્વર્ગ મૃત્યુ પાતાલ મેં, જોયા સાતે દ્વીપ,
સાયર માંહી નીપજે સો મોતી સંઘરે છીપ.
જ્ઞાની, ગોતજો રે...
સ્વાતિ જલ સંઘરે, પડો ધરન મેં આય,
સંત ઝવેરી પારખે, તે મોંઘે મૂલ વેચાય.
જ્ઞાની, ગોતજો રે...
મોતી મોંઘા મૂલનાં, સંત ઝવેરી જાણે,
સુરતા સોહાગણ સુંદરી સો અમરવરને માણે.
જ્ઞાની, ગોતજો રે...
અમૃત પીધું પ્રેમથી, તું જીરવજે શિર સાટે,
સનમુખ રહેજે સંતથી તો પહોંચીશ સ્હેલી વાટે.
જ્ઞાની, ગોતજો રે...
સોદા કર લે સાચ કા, મત ખોલો તું મૂઠ,
'તિલકદાસ' કહે સાચ સમજ લે, મત માને તું જૂઠ.
જ્ઞાની, ગોતજો રે...



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009