tattv meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તત્ત્વ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ
- સાર, રહસ્ય
- પંચભૂતમાંનું દરેક
- સાંખ્યનાં ૨૫ તત્ત્વોમાંનું દરેક પંચમહાભૂત, પાંચ વિષયો, દસ ઇંદ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ અને પુરુષ
- કોઈ પણ પદાર્થ સત્ત્વ વગેરેનું અસલ સ્વરૂપ, વાસ્તવિક રૂપ, 'રિયાલિટી' (આ. બા.)
- પંચ મહાભૂતોમાંનું તે તે—આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી, 'એલિમેન્ટ' (અં. પુ.) (વેદાંતશાસ્ત્ર)
- મૂળ ગણાયેલાં ર૫ તત્ત્વોમાંનું પ્રત્યેક તત્ત્વ. (સાંખ્ય.) (પુરુષ, પ્રકૃતિ અને પ્રકૃતિની વિકૃતિઓ મન, બુદ્ધિ, અહંકાર, પાંચ મહાભૂતો, એના પાંચ વિષયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો મળી ર૫).
- સાર, સત્ત્વ, રહસ્ય, નિષ્કર્ષ
- સિદ્ધાંત, 'પ્રિન્સિપલ'(ન. ભો.,).
- આંતરિક બળ, 'સ્પિરિટ'(ર. સ.)
English meaning of tattv
Noun
- essential, real, original, nature of a thing
- essence, secret
- any one of the five elements (viz. પૃથ્વી, અ તેજ, વાયુ, and આકાશ)
- any one of the twenty-five principles of the San- khyas (viz. the five elements, five objects of sense, ten organs, mind, intellect, ego, prakrili and hurusha)