sakhi, satguru deen dayal - Bhajan | RekhtaGujarati

સખી, સતગુરુ દીન દયાળ

sakhi, satguru deen dayal

ગંગ સાહેબ ગંગ સાહેબ
સખી, સતગુરુ દીન દયાળ
ગંગ સાહેબ

સખી, સતગુરુ દીન દયાળ, સમરું એક ચિત્તે રે,

આવશે એચિંતાનો કાળ, ઊડી જાવું અંતે રે.

તો પરદેશી પ્રોણો પ્રાણ, પાંજરિયા માંહી રે,

તેને જાતાં લાગે વાર, સમજ મન માંહી રે... સખી૦

તેં જાણ્યું તારા મન માંહી, સરવે છે મારું રે,

ધેાળે દહાડે જાઈશ જમદ્વાર, એવી સમજણ સારું રે... સખી૦

તું તો જાતી માયાને મં જોઈ, ભરમે મત ભૂલે રે,

તો સ્થાવર જંગમનનાં ફૂલ, ફૂલે ને ઉલે રે... સખી૦

તું તો મેલીને માન ગુમાન, જીવતમાં મરીએ રે,

ગુરુ ટાળે ત્રિવિધના તાપ, તે ચરણમાં વરીએ રે... સખી૦

આવો રતન પદારથ સાર, આવી તક લાગ્યો રે,

'ગંગારામ' સમર ગુરુ ખીમ, તો ભવનો ભે ભાંગ્યો રે... સખી૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6