soniiDo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સોનીડો શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ
- ચટક વર્ગનું એક જાતનું પક્ષી. એ દધારથિયું પણ કહેવાય છે. ફરવા જતી વખતે વાડીઓની વાડ પાસે કાંકર��માં જ રસ્તા ઉપર પેટ દબાવીને આ પક્ષીઓ બેઠાં હોય છે અને પાસે પગ પડે ત્યારે જ ઊડીને અજાણ્યાને ફફડાવી દે છે. પણ ચક્, ચક્, ચક્, ચકર્રર્ર ચકર્રર્ર એવાં આવર્તનોથી એ સંધ્યાને આવકારે છે અને રાત્રિને રિઝાવે છે. ઉષાને અભિનંદીને એ શાંત થઇ જાય છે. ભર વસ્તીમાં યે રોજ રાતે પથારીમાં પડ્યાં પડ્યાં એની એક ધારી આલાપસરણી કાનમાં અથડાયા કરે છે.
